PM મોદીએ જિનપિંગને જે પથ્થર બતાવ્યો તેનું છે ઐતિહાસિક મહત્વ, સાત હાથી પણ જેને હલાવી શક્યા નહતાં
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બે દિવસના ભારત પ્રવાસે છે. આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. અહીંથી બપોરે તેઓ નેપાળ જવા રવાના થઈ જશે. તામિલનાડુના ઐતિહાસિક શહેર મહાબલીપુરમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ વચ્ચે અનૌપચારિક બેઠકોનો દોર ચાલુ છે.
ચેન્નાઈ: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બે દિવસના ભારત પ્રવાસે છે. આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. અહીંથી બપોરે તેઓ નેપાળ જવા રવાના થઈ જશે. તામિલનાડુના ઐતિહાસિક શહેર મહાબલીપુરમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ વચ્ચે અનૌપચારિક બેઠકોનો દોર ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ શી જિનપિંગને મહાબલીપુરમના મંદિરો અને દક્ષિણ ભારતીય સંસ્કૃતિથી રૂબરૂ કરાવ્યાં હતાં. બંને નેતાઓની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ છે. આ દરમિયાન એક તસવીર લોકો માટે કુતૂહલ બની ગઈ છે જેમાં પીએમ મોદી અને શી જિનપિંગ હાથમાં હાથ રાખીને ઊચો કરી રહ્યાં છે અને પાછળ એક વિશાળકાય પથ્થર છે. જે ખુબ જ ખતરનાક રીતે આગળ ઝૂકેલો છે. આ પથ્થર પાછળ મોટો ઈતિહાસ છૂપાયેલો છે.
વાત જાણે એમ છે કે 250 ટનનો આ પથ્થર કૃષ્ણા બટર બોલ કહેવાય છે. જે છેલ્લા લગભગ 1300 વર્ષથી ભૂકંપ, ત્સુનામી, વાવાજોડા સહિત અનેક પ્રકારની કુદરતી આફતો આવવા છતાં અડીખમ તેના સ્થાને જોવા મળે છે. એટલું જ નહીં આ પથ્થરને હટાવવા માટે ઘણા માનવીય પ્રયત્નો પણ થયા છે પરંતુ નિષ્ફળ રહ્યાં. દુનિયાભરમાંથી લોકો મહાબલીપુરમ પહોંચે છે અને આ પ્રાકૃતિક પથ્થરથી બનેલો કૃષ્ણા બટર બોલ બધા માટે આશ્ચર્યનું કેન્દ્ર બને છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...